Rajkot Farmer | ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લામાં મરચીના પાકને વ્યાપક નુકસાન
ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લામાં મરચીના પાકને વ્યાપક નુકસાન. મોટા માંડવા ગામના ખેડૂત જગદીશ હિરપરાએ 12 વીઘામાં મરચીનું વાવેતર કર્યું હતું.. પરંતુ ભારે વરસાદના કારણે મરચીનો પાક નિષ્ફળ ગયો. આવી જ સ્થિતિ કોટડા સાંગાણી તાલુકાના વડીયા, રામોદ, માણેકવાડા સહિતના ગામની છે. મરચીની સાથે ડુંગળીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની માગ છે કે, તાત્કાલિક સર્વે કરી વળતર ચુકવવામાં આવે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અમુક અમુક સદંતર નિષ્ફળ ગયો છે.. કપાસ મગફળી સહિતના પાકને વરસાદના કારણે મહદ અંશે ફાયદો થયો છે તો સૌથી વધુ મરચી અને ડુંગળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.સૌરાષ્ટ્ર માં ભારે વરસાદે અમુક ગામડાઓમાં ખેડૂતો ની મુશ્કેલીઓ વધારી થયો છે.રાજકોટ જિલ્લાના ગામડાંઓ સતત ચાર દિવસ અને રાત્રીના વરસાદ પડતાં સૌથી વધુ ડુંગળી અને મારચીનો પાક ઉભો સુકાઈ ગયો છે. દ્રશ્યો છે કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવા ગામના કે જયાં સૌથી વધુ મરચીનું વાવેતર થાય છે.ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.આ ગામ નહીં કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવા,વડીયા,રામોદ,સાંઢવાય,માણેકવાડા,રાજગઢ સહિત ના મોટા ભાગના ગામડાઓમાં નુકશાન થયું છે