આબુ રોડથી ટ્રેક્ટર યાત્રા યોજીને ગુજરાત આવશે ખેડૂત નેતા રાકેશ ટીકૈત, કોગ્રેસે આપ્યું સમર્થન
આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતીકાલથી બે દિવસ ગુજરાત મુલાકાતે છે. જ્યાં તેઓ પાલનપુર અને બારડોલીમાં કિસાન મહાસંમેલન કરી કેંદ્ર સરકાર સામે હલ્લાબોલ કરશે.જેમાં તેઓને કૉંગ્રેસ સાથ આપશે. ટિકૈત રવિવારે સવારે 11 કલાકે બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજી પહોંચશે અને માતાજીના દર્શન કરશે. ત્યારબાદ બપોરે અઢી કલાકે પાલનપુરમાં કિસાનો સાથે સંવાદ કરશે. રસપ્રદ બાબત એ છે કે, ઉત્તર ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો પાટીદાર છે. એવામાં રાકેશ ટિકૈત પાટીદારોની કુળદેવી ઊંઝા ઉમિયાધામના દર્શન કરવા સાંજે પાંચ વાગ્યે પહોંચશે. આ તરફ ટિકૈતના ગુજરાત પ્રવાસને કૉંગ્રેસે પણ સમર્થન આપ્યું. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચેતવણી આપી કે, ગુજરાત સરકાર ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ ન કરે


















