શોધખોળ કરો
છોટાઉદેપુર: CCIના કેન્દ્ર પર ટેકાના ભાવે કપાસની ખરીદી નિયંત્રિત કરી દેવાતા ખેડૂતોમાં રોષ
રાજ્યમાં 29 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે કપાસની ખરીદી કરતાં સીસીઆઈ દ્વારા કપાસ ખરીદી ઉપર દૈનિક નિયંત્રણ મૂકતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. છોટાઉદેપુર જિલ્લાની બોડેલી એપીએમસી જયાં કપાસ વેચવા આવેલા ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી હતી. પરંતુ સીસીઆઈના નવા નિયમ મુજબ આ તમામ ખેડૂતો પોતાની મહામહેનતે પકવેલા પાકને ટેકાના ભાવે નહીં વેચી શકે. સીસીઆઈ દ્વારા 24 મી ડિસેમ્બરે પરિપત્ર જાહેર કરી રાજ્યમાં 29 કેન્દ્રો ફકત 5000 ગાંસડી પ્રતિ દિન કપાસની જ ખરીદી કરી શકશે. હાલ માત્ર છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના આઠ કેન્દ્રોમાં રોજ ની અંદાજે 10 હજાર ગાંસડી કપાસની આવક થાય છે જ્યારે સીસીઆઈ ના નવા નિયમ મુજબ 10 હજાર સામે ફકત 2150 ગાંસડી જ કપાસ ની ખરીદી કરાશે તો અન્ય 70 ટકા જેટલા ખેડૂતોના લોહી પરસેવાથી દેવું કરીને પકવેલા કપાસને ક્યાં વેચવા જશે એ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.
ગુજરાત
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
આગળ જુઓ



















