Porbandar News: પોરબંદરમાં કલેક્ટર કચેરી સામે જ ખેડૂત દંપતિ સહિત 3 ખેડૂતોએ શરૂ કર્યુ ઉપવાસ આંદોલન
પોરબંદરમાં કલેક્ટર કચેરી સામે જ ખેડૂત દંપતિ સહિત ત્રણ ખેડૂતોએ શરૂ કર્યુ ઉપવાસ આંદોલન. મોડાદર ગામે ખેડૂતોનો આરોપ છે કે 44 વર્ષ પહેલા તૈયાર કરાયેલા મુળ નક્શામાં ફેરફાર કરી એક તરફી નિર્ણય લઈને પ્રશાસન 90 ફુટ પહોળી નદીમાં 300 ફુટનો પુલ બનાવવાનું આયોજન કરી રહ્યું છે. પ્રશાસનના આ જ તઘલખી નિર્ણયને લીધે ખેડૂતોની જમીન કપાતમાં જશે. એટલુ જ નહીં.. બે ખેડૂતોને તો પોતાની સંપૂર્ણ જમીન ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોએ જુના નક્શા મુજબ કામગીરી કરવા અને પુલની લંબાઈ ઓછી કરવાની માગ કરી. જો કે પ્રશાસને માગ નહીં સ્વીકારતા ખેડૂતોએ આખરે પ્રશાસન વિરૂદ્ધ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ.. અને જ્યા સુધી તેમની માગ નહીં સ્વીકારાય ત્યા સુધી ઉપવાસ આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી
















