શોધખોળ કરો
Advertisement
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
ખસ રોડપર એક વૃદ્ધ દંપતિ બાઈક લઈને બોટાદ આવતા હતા, તે સમયે આઈસર ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બોટાદના ખસ રોડ પર એક હિટ એન્ડ રનની ઘટના બની છે. બેફામ આઈસર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયુ. બેફામ આઈસરની ટક્કરે 60 વર્ષીય ભૂપતભાઈ દાયમાનું મોત થયું. વૃદ્ધના પત્નીને હાથ અને પગના ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ખસ રોડ પર ખોડિયાર મંદિર નજીક આ ઘટના બની હતી. અકસ્માત સર્જી આઈસર ચાલક ફરાર થઈ ગયો હતો. આઈસરનો ચાલક નશામાં ધૂત હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Tags :
Botad Accident Newsગુજરાત
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
Ahmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાં
Gujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement