ગઢડાના કોગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીનો દાવો- 2017 બાદ આ પેટાચૂંટણીમાં પણ કોગ્રેસનો વિજય થશે
ગઢડા વિધાનસભા બેઠક (congress candidate) પર કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. મોહન સોલંકી અલગ-અલગ ગામડાંઓમાં ફરીને લોકોને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. ચૂંટણીને નજીક આવી રહી છે તેમ-તેમ ઉમેદવારો અલગ-અલગ વિસ્તારમાં જઇને મતદારોને મળી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી, જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ દાવો કર્યો કે તેમણે રાજીનામું આપ્યું નથી પરંતુ રાજીનામું અપાવડાવામાં આવ્યું છે. તેઓ ખેડૂત ,શિક્ષણ અને યુવાનો ને રોજગારીને લગતા મુદ્દા ને લઈ મત માંગી રહ્યા છે.તેમણે દાવો કર્યો હતો કે પેટાચૂંટણીમાં જ કોગ્રેસ જ જીતશે.




















