Gir Somnath: વેરાવળના એસટી રોડ પર ફાયર સેફટી વગર ધમધમતા ક્લાસીસ સીલ કરવામાં આવ્યા
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં સનરાઈઝ નામની ગેરકાયદેસર અને નિયમો વિરુદ્ધ ચાલતી પ્રાથમિક શાળાને તંત્ર એ શીલ કરી છે.અને સરકારી મંજૂરી ન મળે ત્યા સૂધી અહી શિક્ષણ કાર્ય બંધ કરવા આદેશ કર્યો છે..
વિગતે જો વાત કરીએ તો શિક્ષણનું સત્ર શરૂ થતા ની સાથે જ રાજ્યભર ની જેમ ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે. ત્યારે પ્રભાસ પાટણમાં સનરાઈઝ નામની એક શાળા નિયમોનું ઉલ્લંઘન કરી કાર્યરત હતી. જેમાં આ સ્થળની મંજૂરી વગર તેમજ શાળાના ઉપરના ભાગે કન્સ્ટ્રક્શન કામગીરી ચાલુ હોય આસપાસમાં ગંદી ગટરો હોય જેવા વિવિધ કારણોસર શિક્ષણ વિભાગે આ શાળાને સીલ કરી છે. સાથે તેમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5 ના બાળકોને શિક્ષણ કાર્ય ન બગડે તેવા હેતુથી નજીકની શાળાઓમાં પ્રવેશ આપવા પણ વ્યવસ્થા કરી છે. ગેરકાયદે ચાલતી શાળાને સીલ કરતા શિક્ષણ તંત્રમાં પણ સોંપો પડી ગયો છે.




















