(Source: ECI/ABP News/ABP Majha)
Gir Somnath Custodial Death | સૂત્રાપાડામાં લોકઅપમાં આરોપીએ માથું દીવાલ સાથે પછાડ્યું, થયું મોત
Gir Somnath Custodial Death | સુત્રાપાડા પોલિસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના આરોપ મામલો. કોળી સમાજના લોકો, પરસોતમ સોલંકીનો પુત્ર અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સુત્રાપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસને ચીમકી અપાઈ. કસ્ટોડિયલ ડેથ અંગે જ્યા સુધી ફરીયાદ નહી લેવાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર. જવાબદારો સાથે કડક કાર્યવાહીની કરી માંગ. જો કાર્યવાહી નહિ થાય તો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેસવાની ધારાસભ્ય વિમલ ચુડાસમાની ચિમકી . રાજ્ય ભરના કોળી સમાજના લોકો આંદોલન કરશે. નોંધનીય છે કે, નરેશ નામના આરોપીનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થતા પરિવારે હોબાળો મચાવી દીધો હતો અને તેનું પોલીસના મારથી મોત થયાનો આરોપ લગાવ્યો હતો. જોકે, પોલીસ સ્ટેશનના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, નરેશ જાતે જ પોતાનું માથું દીવાલ સાથે અથડાવે છે, જેને કારણે તેનું મોત નીપજ્યું હતું.