RP Patel : 3થી 4 બાળકોને જન્મ આપવો પડશે: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાની પાટીદાર સમાજને સૂફિયાણી સલાહ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડા આર.પી. પટેલે પાટીદાર સમાજને આપી સૂફિયાણી સલાહ,.. હવે 1 કે 2 બાળકો નહી.. પણ 3 થી 4 બાળકોને જન્મ આપવો જોઈએ..
'એક-બે નહીં... ત્રણથી ચાર બાળકો હોવા જોઈએ...' પાટીદાર સમાજને આ સુફિયાણી સલાહ આપી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડા આર. પી. પટેલે... અવસર હતો કચ્છના નખત્રાણામાં દેશભરમાંથી આવેલા કડવા પાટીદાર સમાજના કાર્યક્રમનો... જેમાં આર. પી. પટેલની વધુ બાળકોની સલાહથી છેડાયો વિવાદ.. આર. પી. પટેલના મતે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે... પરિણામે રાજકીય શક્તિ અને સામાજિક તાકાત પણ ઘટતી જાય છે. આર. પી. પટેલની સલાહ પર પાટીદાર આગેવાનોમાં મતમતાંતર જોવા મળ્યા... કેટલાકે કર્યું સમર્થન... મોટાભાગના આગેવાનોએ કહ્યું. કરોડપતિ લોકો માટે મંચ પરથી આ વાત કહેવી સરળ. પરંતુ જેઓ 15-20 હજાર કમાય છે તેનું શું...




















