શોધખોળ કરો
આ તારીખથી ફરી સક્રિય થશે ચોમાસું? અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનતા સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
Ambalal Patel Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઓગસ્ટના મધ્યભાગમાં રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થશે અને ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
1/7

હાલ ગુજરાતમાં કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ ન હોવાને કારણે વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, રાજ્યમાં ફરી એકવાર સારા વરસાદનો દોર શરૂ થવાનો છે. તેમણે જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનાના મધ્યભાગમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
2/7

અંબાલાલ પટેલે એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, સૂર્ય 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ્યો છે, જેના કારણે વરસાદની શક્યતાઓ વધી છે. 5 ઓગસ્ટ સુધીમાં મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે.
Published at : 04 Aug 2025 08:46 PM (IST)
આગળ જુઓ





















