(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Heavy Rain News | રાજ્યના 13 જિલ્લાઓ પર ભારે વરસાદનું સંકટ! | Heavy Rain | Abp Asmita
રાજ્યના 13 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના બે, મધ્ય ગુજરાતના ચાર તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મોસમનો મિજાજ બદલાય શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.
બંગાળની ખાડીમાં સાયક્લોનિક સકર્યુલેશન સર્જાતા ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે.25 સપ્ટમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ફરી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. ત્રણ દિવસ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.