Gujarat Monsoon News: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને શું કરાઈ આગાહી?, જુઓ વીડિયોમાં
Gujarat Monsoon News: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને શું કરાઈ આગાહી?, જુઓ વીડિયોમાં
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હજુ રાજ્યમાં ચોમાસું બેસવાની રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે, ચોમાસું હજુયે 15 દિવસ પછી એટલે કે 15 જૂન પછી સારી રીતે સક્રિય થશે, એટલે આગામી 15 દિવસ સુધી હજુ વરસાદની શક્યતાઓ નહિવત છે. હવામાન વિભાગના નિષ્ણાંતો કહે છે કે, આપણે જોઈએ છીએ કે, જે રીતે કેરળમાં ચોમાસું વહેલી બેસી ગયું અને બાદમાં મુંબઈમાં પણ વહેલી શરુઆત થયેલ છે, જે નેઋત્ય ચોમાસું હાલ મુંબઈમાં સ્થિર થયું છે, મુંબઈમાં હજુ પાંચ દિવસ ચોમાસું સ્થિર રહેશે, અને અરબી સમુદ્રમાં સ્થિર થયું છે, જયારે બંગાળની ખાડીમાં સક્રિય છે. જેના પરિણામે કેરળથી કર્ણાટક સુધીના દરિયાકાંઠા વિસ્તાર બંગાળની ખાડીમાં સક્રિય અવસ્થામાં છે.
















