Gujarat Rain Forecast | ગુજરાતનું ચોમાસુ ક્યાં અટવાઈ ગયું.. જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
ગુજરાતમાં ચોમાસું હાલ તો નવસારીમાં એન્ટર થઈ ચુક્યું છે... હવે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. આજના દિવસે ગુજરાતના ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરતા હોય છે. પરંતુ હજુ રાજ્યમાં વાવણીલાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે... ચોમાસાનો વરસાદ ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે ક્યારે વરસાદ આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, મંગળવારે (18મી જૂન) દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ તથા કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
















