Gujarat Rain: બે વાર થયું વાવેતરને નુક્સાન, બોટાદમાં વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા
બોટાદ જિલ્લા માં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન. બે વખત વાવણી થઈ ફેલ. વાવણી ફેલ થતા નફાની આશા વચ્ચે નુકશાન આવતા ખેડૂતની ચિંતામાં વધારો. ત્રીજીવાર બિયારણ સોંપી જોઈ રહ્યા છે વરસાદ ની રાહ. જો 4 થી 5 દિવસ માં વરસાદ નહિ આવે તો ફરી વાવણી ફેલ જવાની વાત થી ખેડૂત ચિંતિત.
ચોમાસું આઠ દિવસથી અટવાતા રાજ્યના 31 જિલ્લામાં વરસાદની ઘટ. બોટાદ જિલ્લામાં પણ હજુ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેટલાક ખેડૂતોને તો બે વખત વાવણી ફેલ પણ થઈ છે. વાવણી ફેલ થતા નફાની આશા વચ્ચે નુકશાન આવતા ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ત્રીજી વખત પણ બિયારણ સોંપી ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યો છે. પણ હજુ સુધી વરસાદ નહિ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. કારણ કે બે વાર વાવણી ફેલ થયા બાદ ત્રીજી વાર વાવણી કરેલ છે.અને જો ચારથીપાંચ દિવસમાં વરસાદ ન આવે તો ફરી વાવણી ફેલ થવાની વાતથી ખેડૂત હાલ ચિંતામાં છે.