Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકાર
પાટણ શહેર અને જિલ્લો. જ્યાં આજે મન મૂકીને વરસ્યા મેઘરાજા. પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. આનંદનગર... મન્નત સોસાયટી. ગુલાશનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. પાટણના માર્ગો જાણે નદી બની ગયા. જેને લઈ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ દ્રશ્યો છે પાટણના પદ્મનાથ વિસ્તારના. અહીં મુખ્ય માર્ગો જ પાણીમાં ગરકાવ થયા... પદ્મનાથથી રામનગર...બોરસણ.. રણુજ સહિતના પાંચ ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા. વાહનો બંધ પડી જતાં વાહનચાલકો હેરાન થયા. સ્થાનિક રહીશોને પણ ઘૂંટણસમા પાણીમાંથી રસ્તો પસાર કરવો પડ્યો. વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકો રોષે ભરાયા. પાટણ શહેરની સાથે આસપાસના ગોલાપુર.. અનાવાડા... રૂની... મતરવાડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો.. પાટણ શહેરની સાથે જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ.. હારીજ... સિદ્ધપુર... ચાણસ્મામાં ભારે વરસાદ વરસ્યો. પાટણથી ચાણસ્માના હાઈવે પર વરસાદી પાણી ભરાયા. જેને લઈ વાહનચાલકોને મુશ્કેલી પડી. તો હારીજમાં પણ થઈ મેઘમહેર. પાટણને હારીજથી જોડતા હાઈવે પર પાણી ભરાયા.