Gujarat's School Praveshotsav 2024: આજથી ગુજરાતમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
Gujarat's School Praveshotsav 2024: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ડાંગ જિલ્લાની મુલાકાતે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ડાંગ જિલ્લાની બિલીઆંબા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. ડાંગ જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક સુબીર તાલુકાના અંતરીયાળ સરહદી વિસ્તારની બિલીઆંબા પ્રાથમિક શાળા ખાતે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. મુખ્યમંત્રીના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે ડાંગ ધારાસભ્ય તથા વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ તેમજ સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા...
મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલે બીલીઆંબા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી... શાળા પ્રવેશોત્સવ દરમિયાન મુખ્યમંત્રીએ બીલીઆંબાની પ્રાથમિક શાળામાં ભણી ડોક્ટર સહિત જુદા જુદા ક્ષેત્રોમાં આગળ વધ્યા છે એ તમામ ભુતપૂર્વ વિધાર્થીઓને પણ શુભેચ્છાઓ પાઠવી... શાળા પ્રવેશોત્સવ દરમિયાન પધારેલ ડાંગના પર્વતારોહક ભોવાન રાઠોડ, આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાંવિત, IIT ના વિદ્યાર્થી અવિરાજ ચૌધરી, MBBS ડોક્ટર અનિતા કુંવર ને મુખ્યમંત્રીશ્રી શુભેચ્છાઓ પાઠવી... મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજના દિવસને ઉત્સાહનો દિવસ ગણાવ્યો.... વાલીઓએ ખુબ ધ્યાન રાખ્યુ છે છોકરાઓનુ અને છોકરાઓ કેટલુ ભણે છે અને ભણવાનુ કારણ શું તે શાળા પ્રવેશોત્સવ દરમિયાન સમજાય કે માન્ય નરેન્દ્રભાઈ ભાઈએ જે મુહિમ ચલાવી અને એનું પરિણામ આજે જોવા મળ્યું છે...
શાળા પ્રવેશોત્સવ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે કયા કયા મુશ્કેલી પડે અને કેવી રીતે દુર થઈ શકે ત્યા આગળ સરકાર હર હંમેશ તૈયાર છે....