Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમાર
રાજ્યમાં ગમરીનો પારો ઉંચકાઈ રહ્યો છે. તેમ ગરમીથી બીમાર પડનારાઓની સંખ્યા પણ વધી રહી છે. હાલ રજ્યમાં રોજ 75થીવધુ લોકો ગરમીની વિવિધ બીમારીના શિકાર બની રહ્યા છે. ઈમરજંસી સેવા 108ના આંકડા પ્રમાણે છેલ્લા 6 દિવસમાં 432 કેસ નોંધાયા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 73,સુરેંદ્રનગરમાં 40, નવસારીમાં 34, છોટા ઉદેપુરમાં 27. વલસાડમાં 24, જૂનાગઢમાં 23, વડોદરામાં 19 જેટલા કેસ સામે આવ્યા છે. સખત તાવના સૌથીવધુ 375, પેટમાં દુખાવા અને ઝાડા ઉલટીના 41 કેસ નોંધાયા. જ્યારે હીટ સ્ટ્રોકના કુલ ત્રણ કેસ સમે આવ્યા. તબીબોના મતે આ પ્રકારની કાળઝાળ ગરમીમાં બાળકો, વૃદ્ધો,ગર્ભવતી મહિલાઓ, બ્લડપ્રેશર અને હ્રદય સમસ્યા ધરાવનારાઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ બહાર નીકળતા સમયે પાણીની બોટલ અચૂક સાથે રાખવી જરૂરી છે. અને તીખું તેમજ બહારનું ખાવાનું શક્ય હોય ત્યાંસુધી ટાળવું જોઈએ.