શોધખોળ કરો
Surat માં ઓન ડ્યુટી ત્રણ એસટી કર્મચારીઓએ માણી દારૂની મહેફિલ, વીડિયો વાયરલ થતા શું કરાઇ કાર્યવાહી?
સુરતમાં ઓન ડ્યુટી દારૂની મહેફિલ માણી રહેલા એસટીના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરી સોનગઢ મોકલી આપવામાં આવ્યા છે. સુરત એસટી વિભાગના કર્મચારીઓની દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એસટીના સુરત ડિવિઝનમાં નોકરી કરતા 3 કર્મચારીઓ સુરત વરાછા લંબે હનુમાન મંદિરની સામે આવેલા એસટી વર્કશોપના ડ્રાઈવર-કંડકટરના રેસ્ટ રૂમમાં દારૂની બોટલ સાથે વીડિયોમાં દેખાઇ રહ્યા હતા. જેને લઈ હુસેન પઠાણ, કંડકટર ભાવેશ મકવાણા, ડ્રાયવર નીતિન સોલંકીને સસ્પેન્ડ કરાયા છે અને તમામની બદલી સોનગઢ કરી દેવામાં આવી છે.
ગુજરાત
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
આગળ જુઓ



















