Kadi- Visavadar Bypoll Election: કડી-વિસાવદર પેટાચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ Watch Video
Kadi- Visavadar Bypoll Election: કડી-વિસાવદર પેટાચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ Watch Video
વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ,કૉંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે ટક્કર જોવા મળશે. 297 મતદાન મથકો પર બે લાખ, 61 હજાર મતદારો મતદાન કરશે. મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
મતદાન મથકો પર મતદાન માટેની મશીનરી અને પોલિંગ સ્ટાફ પહોંચી ચૂક્યો છે. સવારે 7 વાગ્યે મતદાન શરુ થશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વિસાવદરમાં 800થી વધુ પોલીસકર્મીઓ, SRPની 3 ટીમ અને CRPFના જવાનોને તૈનાત કરાયા છે.


















