(Source: ECI/ABP News/ABP Majha)
Morari Bapu : મોરારિ બાપુએ મહુવાના રોડની સ્થિતિને લઈ શું કરી માર્મિક ટકોર?
ખરાબ રોડ રસ્તાને લઈ કથાકાર મોરારી બાપુનું હવે દર્દ છલકાયું. મહુવાના કાખડીમાં રામકથામાં મોરારી બાપુની માર્મિક ટકોર. તરેડ તલગાજડા રોડનું ઉદાહરણ આપી રોડની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા. તરેડ તલગાજગડા વચ્ચેનો રોડ દુનિયામાં ન જોયો હોય એટલો ખરાબ તેવું પણ મોરારી બાપુએ કહ્યું. શિવાભાઈ ગોહિલની મહેનતથી તરેડ સુધીનો રસ્તો બન્યો છે તેવું પણ જણાવ્યું હતું તો ખરાબ રોડ રસ્તાને લઈ કથાકાર મોરારી બાપુનું દર્દ છલકાયું. રોડનો પ્રોબ્લેમ હતો. તરેડ અને તલગાજડા વચ્ચે રોડ એકદમ દુનિયામાં ક્યાંય ન હોય એટલો ખરાબ હતો. આનાથી ખરાબ રોડ મેં જોયો જ નથી. મારા 79 વર્ષમાં આટલો ખરાબ આપણે કોઈદી જોયું નથી. ગાડીમાંથી ઉતરીને હાલવા મંડવાની ઈચ્છા થાય ગાડીમાં બેસાય જ ની. પણ અમારા શિવાભાઈ ગોહિલે મહેનત કરી અને તરેડ સુધીનો સરસ રસ્તો બનાવ્યો છે એ તો ટકશે આમ તો પણ અત્યારે તો નવ દિવસ સુધી તો આપણને એમાં કોઈ પ્રશ્ન નહી થાય અને તરેડથી કાંકીડીનો રસ્તો તો સરસ છે.