Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
દેશભરમાં આજે કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી. મથુરામાં શ્રી કૃષ્ણજન્મ ભૂમિએ જશે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી વિવિધ યોજનાનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
શ્રીકૃષ્ણના પાંચ હજાર 552માં જન્મદિવસે દ્વારકામાં ઉમટ્યું માનવ મહેરામણ...દૂર દૂરથી ભક્તો શામળિયાના દર્શન માટે આવી પહોંચ્યા... ભગવાનના વિશેષ શણગારનું દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા. જન્મોત્સવ નિમિતે મુંબઈના પરિવારે દ્વારકાધીશ મંદિરે ચઢાવી ધજા. છેલ્લા 19 વર્ષથી પરિવાર ચઢાવે છે દ્વારકાધીશને ધજા. 52 ગજની ધજાના દર્શન કરવા એ ગણાય છે દ્વારકાધીશના દર્શન સમાન.
દ્વારકામાં રાજાધિરાજના જન્મોત્સવની ભવ્ય ઉજવણી. રંગબેરંગી લાઈટોથી જગતમંદિરને કરાયો શણગાર. જન્માષ્ટમી મહોત્સવના આરતી દર્શન કરી શકાશે રાત્રે બાર વાગ્યે. તો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસે દર્શન માટેની કરી વિશેષ વ્યવસ્થા.
જન્માષ્ટમી પર્વને લઇ ડાકોરમાં ભક્તોનો જમાવડો..હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ડાકોર પહોંચ્યા. કૃષ્ણ ભક્તોએ લીધો મંગળા આરતીનો લાભ..મધરાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને ભગવાનને સોનાના પારણામાં બિરાજમાન કરવામાં આવશે.
યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી.વહેલી સવારથી ભક્તોની દર્શન માટે ભીડ. કાળિયા ઠાકોરના મંગળા દર્શનનો શ્રદ્ધાળુઓએ લીધો લાભ. દિવસ દરમિયાન વિવિધ મનોરથનું કરાયું આયોજન.
જન્માષ્ટમી પર્વને લઇ અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ..ફૂલોથી મંદિરનો કરાયો શણગાર..ભગવાનને વિશેષ વસ્ત્રો અને અલંકારોથી સુસજ્જિત કરી શ્રુંગાર દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા..નંદોત્સવની ઉજવણી માટે શ્રદ્ધાળુઓમાં જોવા મળ્યો ઉત્સાહ..



















