Mahisagar Rain | વિવિધ વિસ્તારોમાં રાત પડતાની સાથે જ ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
Mahisagar Rain | મહિસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાત પડતાની સાથે જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો... કડાણા તાલુકાના વિસ્તારમાં મેઘરાજાએ મહેર કરાવી દીધી છે.... પુનાવાડા બોર્ડર, ગોધરા, ડિટવાસ, જોગણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે... ભારે ઉકળાટ વચ્ચે વરસાદ તૂટી પડતા લોકોને ભારે રાહત મળી છે....
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે...દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, આ વિસ્તારોમાં 0.5 થી 1 ઇંચ વરસાદ પડી શકે છે...જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યાં 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.... 28 જૂન પછી, રાજ્યમાં વાવણી લાયક વરસાદની શક્યતા વધી શકે છે.