Mahisagar | આ ત્રણ પાલિકાઓમાં હજુ નથી યોજાઈ સરપંચની ચૂંટણી, સ્થાનિકોએ લગાવ્યા ગંભીર આરોપ
રાજ્યમાં જે રીતે કેટલીક પાલિકાઓ તેમજ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ નથી અને વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લામાં આવેલ લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોર ત્રણેય નગરપાલિકા હાલ વહીવટદાર હસ્તક છે પાલિકાની ટર્મ પૂર્ણ થતા હજી સુધી ચૂંટણી યોજાઈ નથી અંદાજિત દોઢ વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં ચૂંટણી પ્રક્રિયા ખોરંભે ચડી છે જેને લઇ અને વહેલી તકે ચૂંટણી યોજાઈ તેવી લોક માંગણી જોવા મળી રહી છે. ચૂંટણીના યોજાવાના કારણે વિકાસના કામો અટકાયા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં આવેલ ત્રણ નગરપાલિકા જેમાં લુણાવાડા બાલાસિનોર અને સંતરામપુર આ ત્રણેય નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રમુખ અને સભ્યોની ટર્મ પૂરી થયા બાદ વહીવટદારને વહીવટ સોંપવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી ચૂંટણી પ્રક્રિયા યોજાય નથી જેને લઇ અને મહિસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકા ખાતે વહીવટદાર દ્વારા શાસન કરવામાં આવી રહ્યું છે જેને લઇ અને કેટલાય વિકાસ કાર્યો અટકાય પડ્યા હોવાની વાત સ્થાનિક લોકો જણાવી રહ્યા છે મહીસાગર જિલ્લામાં ત્રણ નગરપાલિકા હાલ વહીવટદારના શાસન હેઠળ છે જેને લઈ અને વિકાસ કાર્યો ન થતા હોવા ની વાત સ્થાનિક લોકો જણાવી રહ્યા છે તો સત્વરે ચૂંટણી યોજાઈ તેવી લોકોની માંગણી અને લાગણી જોવા મળી રહી છે.
Mahisagar| આ ત્રણ પાલિકાઓમાં હજુ નથી યોજાઈ સરપંચની ચૂંટણી, સ્થાનિકોએ લગાવ્યા ગંભીર આરોપ