(Source: ECI/ABP News/ABP Majha)
Morbi Temple Wall Controversy | મચ્છુ નદીમાં દિવાલ મુદ્દે સરકારે શું આપ્યું મોટું નિવેદન?
મોરબીની મચ્છુ નદીમાં નદીની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના બાંધકામ બાદ જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા.જિલ્લા કલેક્ટરે કહ્યુ પોતાની માલિકીની જમીન હોય તો પણ નદીની અંદર મંજૂરી વગર બાંધકામ ન કરી શકાય. બીએપીએસ ના સંતોએ પણ આ મામલે બોલવાનું ટાળ્યું. Abp asmita ના અહેવાલ બાદ ડીએલઆર ઓફિસના અધિકારીઓ માપણી માટે સ્થળ પર પહોંચ્યા. જિલ્લા કલેકટરે કહ્યું અલગ અલગ ચાર વિભાગોને તપાસ શોપી છે, ચોમાસુ નજીક છે તાત્કાલિક નડતરરૂપ બાંધકામ દૂર કરવામાં આવશે.તો મંદિરના સેવકએ કહ્યું જૂની દીવાલ પર દીવાલ અમારી માલિકી ની જગ્યામાં બાંધી છે..રાજકોટ મોરબીની મચ્છુ નદીના આ દ્રશ્યો છે કે જ્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નિર્માણ નદી કિનારે નિર્માણ પામી રહ્યું છે.. પરંતુ નદી ની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસ દ્વારા દિવાલ બનાવવામાં આવી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે નદીના પ્રવાહને અવરોધ રૂપ થાય તે પ્રકારે આ દિવાલ બનાવવામાં આવી છે.. મોરબીના જાગૃત નાગરિક અને વકીલ દ્વારા જિલ્લા કલેકટર ને થોડા સમય પહેલા અરજી કરવામાં આવી હતી અરજીના આધારે જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. મોરબીના જ ગ્રુપ નાગરિકોએ કહ્યું હતું કે પૂર આવશે અને મોરબી શહેરમાં પાણી ઘુસી જશે તો તેના માટે જવાબદાર કોણ..