(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?
Gujarat Heatwave: રાજ્યમાં હજુ પણ ગરમી (Heat)નો પ્રકોપ યથાવત રહેવાનો છે. હવામાન (Weather) વિભાગે રાજ્યમાં હીટવેવ (Heatwave)ની આગહી કરી છે. હવામાન (Weather) વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન (Weather) વિભાગ અનુસાર બે દિવસ ગુજરાતમાં ગરમ (Hot) રાત રહેશે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન (Weather) વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો અમરેલી, સાબરકાંઠામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન (Temperature) 45 ડિગ્રીએ પહોંચ્યું. સૌથી વધુ તાપમાન (Temperature) ડીસામાં 45.3 ડિગ્રી નોંધાયું છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન રહેશે. આગામી પાંચ દિવસ ગરમી (Heat)થી રાહત નહી મળે.