Visavadar Candidate List : વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ, કોણ કોણ મેદાનમાં?
Visavadar Candidate List : વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ, કોણ કોણ મેદાનમાં?
વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. વિસાવદર બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસે નીતિન રાણપરિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. નીતિન રાણપરિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે.
કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે બંનેએ રવિવારે મોડી રાત્રે કડી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાં ભાજપે રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે. ભાજપે વિસાવદર માટે કિરીટ પટેલને ટિકિટ આપી છે. વિસાવદર માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા મજબૂત દાવેદાર ગણાતા હોવા છતાં ભાજપે નવા જ ઉમેદવારને ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા. લેઉવા પટેલ સંસ્થાઓ સાથે નીતિન રાણપરિયા સંકળાયેલા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે.



















