શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Paresh Goswami | વરસાદનો છેલ્લો રાઉન્ડ દ. ગુજરાત માટે ભારે | અહીં તૂટી પડશે અતિ ભારે વરસાદ

2024 ના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે. નેઋત્યનું ચોમાસું હાલ રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ ભાગોમાંથી વિદાય લઈ રહ્યું છે, છતાં પણ ગુજરાતમાં ચોમાસું હજુ સક્રિય છે. આ કારણે, રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમને કારણે, 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ આવનારા દિવસોમાં, 25 અથવા 26 સપ્ટેમ્બર સુધીમાં, વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે.

24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થશે. સમય પસાર થતાં આ વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને આવનારા દિવસોમાં રાજ્યના 60 થી 65% વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.  ગુજરાતમાં પડનારા વરસાદમાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં 4 થી 6 ઇંચ વરસાદ અને કેટલાક સ્થળોએ 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે. આમ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે છે.

મધ્ય ગુજરાતના ભાગોમાં, ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ જેવા વિસ્તારોમાં આવનારા ચાર-પાંચ દિવસ, 24 થી 30 સપ્ટેમ્બર સુધી, હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. ત્યાં વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેશે. પરંતુ મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો, જેમાં વડોદરા, છોટા ઉદયપુર, દાહોદ, ગોધરા અને મહિસાગર જિલ્લોનો સમાવેશ થાય છે, તેમાં 2 થી 3-4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.

ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, 24 થી 30 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં સૌથી વધુ વરસાદ 27 અને 28 સપ્ટેમ્બરે જોવા મળે તેવી શક્યતાઓ છે. 27 તારીખે, અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નોંધાઈ શકે છે.

ઉત્તર ગુજરાતમાં, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. છૂટા છવાયા ઝાપટાથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ સાબરકાંઠા અને બનાસકાંઠામાં નોંધાઈ શકે છે. પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. ત્યાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદોની સંભાવનાઓ છે. અરવલ્લી જિલ્લામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ 26, 27 અને 28 તારીખ દરમિયાન નોંધાઈ શકે છે.

કચ્છ જિલ્લાના પશ્ચિમ ભાગોમાં કદાચ હળવા છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળશે. પશ્ચિમ કચ્છમાં બહુ શક્યતાઓ નથી, પરંતુ પૂર્વ કચ્છના ભાગો, જેમાં ખાસ કરીને ભૂજ, ભચાઉ અને રાપર તાલુકોનો સમાવેશ થાય છે, તેમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના ભાગોમાં, મોરબી અને સુરેન્દ્રનગરમાં હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે. ખાસ કરીને બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લા જેવા વિસ્તારોમાં હળવા, મધ્યમ અને ભારે ઝાપટાઓ જોવા મળશે. ત્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે.

આમ, ઓલ ઓવર ગુજરાતમાં, 24 થી 30 સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે, તેમાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદો પડશે. ખાસ કરીને 27 અને 28 તારીખે વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે. અન્ય દિવસોમાં હળવાથી ભારે ઝાપટાઓ જોવા મળશે. 

આ પ્રકારનું ગુજરાતનું હવામાન આવનારા ચાર-પાંચ દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. 2024 ના ચોમાસાનો આ છેલ્લો વરસાદી રાઉન્ડ ગણવાનો છે. આ વરસાદી રાઉન્ડ 30 તારીખે પૂર્ણ થાય તે પછીથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થશે. ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે લોકલ સિસ્ટમના છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળશે.

ગુજરાત વિડિઓઝ

Kutch News : ભચાઉમાં વીજ ટાવર ધરાશાયી, એક વ્યક્તિને ગંભીર ઇજા
Kutch News : ભચાઉમાં વીજ ટાવર ધરાશાયી, એક વ્યક્તિને ગંભીર ઇજા

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

IPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલLimbadi Ahmedabad Highway Accident : લીંબડી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 5 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
Maharashtra CM Swearing in Ceremony: મહારાષ્ટ્રમાં 25 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ, CMને લઈ સસ્પેન્સ યથાવત 
Maharashtra CM Swearing in Ceremony: મહારાષ્ટ્રમાં 25 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ, CMને લઈ સસ્પેન્સ યથાવત 
Maharashtra Election Results 2024: મહાયુતિ કે આઘાડી... 1 લાખથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકો કોણે જીતી?
મહાયુતિ કે આઘાડી... 1 લાખથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકો કોણે જીતી?
આધાર કાર્ડ અપડેટ કરવા માટે કેટલો ખર્ચ થાય છે? અહીં જુઓ સંપૂર્ણ યાદી
આધાર કાર્ડ અપડેટ કરવા માટે કેટલો ખર્ચ થાય છે? અહીં જુઓ સંપૂર્ણ યાદી
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Embed widget