Patan: વડાવલી ગામમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત | Abp Asmita | 10-2-2025
Patan: વડાવલી ગામમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત | Abp Asmita | 10-2-2025
પાટણના ચાણસ્મામાં તળાવમાં ડૂબી જવાથી પાંચના મૃત્યુ થયા છે. વડાવલી ગામમાં તળાવમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબી જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, પશુ ચરાવવા જતા સમયે દુર્ઘટના બની હતી. દુર્ઘટના એવી રીતે ઘટી કે બાળકને ડૂબી જતાં જોઇને મહિલા સહિત ત્રણ લોકો બાળકને બચાવવા તળાવમાં કૂદ્યાં હતા. જેના પગલે માતા-પુત્ર, પુત્રી અને અન્ય બે બાળકોના મોત થયા છે. મૃતકમાં 25 વર્ષીય ફિરોઝા બાનુ, 10 વર્ષીય માહીરા બાનુ મલેક, 8 વર્ષીય અબ્દૂલ કાદરી મલેક, 14 વર્ષીય સીમુ પઠાણ, અને 16 વર્ષીય સોહીલ રહીમ કુરેશીનો સમાવશે થાય છે. બાળકને બચાવવા જતાં તળાવમાં આખો પરિવાર ડૂબી ગયો. એક પરિવારના ચાર બાળકો અને એક મહિલાનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.





















