Valsad Police: વાપીમાં હત્યા કેસના આરોપીની ધરપકડ સમયે પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ
વાપીમાં હત્યા કેસના આરોપીની ધરપકડ સમયે પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ. સુરતના હત્યાના કેસમાં આરોપી અસફાક નાસીર શેખને પકડવા વાપી પહોંચી હતી પોલીસ આરોપીએ ચપ્પુ બતાવતા પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ..આરોપીના પગના ભાગે વાગી ગોળી.
વલસાડ જિલ્લાના વાપીમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. હત્યાના આરોપીને પકડવા માટે પોલીસે ફાયરિંગ કર્યું. સુરતના લીંબાયતમાં થયેલી હત્યાની ઘટનાનો આરોપી અસફાફ નાસીર શેખ લાંબા સમયથઈ ફરાર હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આરોપી વલસાડ છે, જેથી આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ વલસાડ પહોંચી. આરોપી અસફાક વાપીના ડુંગરા વિસ્તારમાં તેના સાળાના ઘરે હતો. જેથી પોલીસ ત્યાં પહોંચી. પરંતુ પોલીસને જોઈને આરોપીએ ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો. સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ફાયરિંગ કર્યું.. આરોપીને ગોળી વાગતા તે ત્યાંજ બેસી ગયો. બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ.




















