Protest Of Pahalgam Terror Attack : પહલગામ આતંકી હુમલાનો ગુજરાતમાં ઉગ્ર વિરોધ
Protest Of Pahalgam Terror Attack : પહલગામ આતંકી હુમલાનો ગુજરાતમાં ઉગ્ર વિરોધ
જમ્મુ કાશ્મીરના પહેલગાવમા આતંકવાદીઓ દ્વારા નિર્દોષ 27 પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જેના વિરોધમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વિરોધપ્રદર્શન કરવામા આવ્યા હતા. સુરેન્દ્રનગરના પાટડી ખાતે પાકિસ્તાનનું પૂતળા દહન સાથે પાટડી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મુખ્ય બજાર, આંબલી બજાર, દાણા પીઠા, વિજય ચોક, ચાર રસ્તા સહીત કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પાંચ હાટડી અને કલાડા દરવાજા સહીત વિવિધ વિસ્તારોની તમામ દુકાનો સજ્જડ બંધ રાખી મૃતકો ને શ્રધાંજલિ આપી હતી. મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ દર્શાવવામાં આવ્યો. જુના બસ સ્ટેન્ડ પાસેથી કલેક્ટર ઓફિસ સુધી રેલી કાઢી. અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી સખત કાર્યવાહી કરવાની માંગ કરી. આ સિવાય મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, ધોરાજી, કચ્છ, વલસાડ, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આતંકી હુમલા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.



















