(Source: Poll of Polls)
Rain Forecast News:આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ શું આગાહી
Rain Forecast News:આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ શું આગાહી
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે.હવામાન વિભાગની વાત કરીએ તો, આજે 20મી તારીખે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.....આજે 20મી તારીખે આખા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.




















