Rain Forecast | ગઈકાલે બે કલાક બાદ ભારે વરસાદની આગાહી બાદ બન્યું કંઈક આવું | Watch Video
ગુજરાત હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને કેટલાક અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે બપોરે આ આગાહી જાહેર કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.23 જૂને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. જ્યારે 24 જૂને છૂટાછવાયા ભારે વરસાદની આગાહી જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને તાપીમાં આગાહી છે. 25 જૂને ભારેથી અતીભારે વરસાદની આગાહી ભાવનગર, ભરૂચ અને સુરતમાં જ્યારે ભારે સામાન્ય વરસાદની આગાહી અમરેલી, બોટાદ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુરમાં છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, આ વિસ્તારોમાં 0.5 થી 1 ઇંચ વરસાદ પડી શકે છે.
જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યાં 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.