Saurashtra-Kutch Rain Forecast: સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકો ધ્યાન રાખજો!, ભારે વરસાદની આગાહી
કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી. સાત દિવસ સુધી કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે.. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે સાત દિવસ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. આજે રાજ્યના ચાર જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.. જ્યારે 25 જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.. સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે.. જેમાં સૌથી વધુ પોરબંદરના રાણાવાવમાં પોણા ત્રણ ઈંચ. તો દ્વારકા તાલુકામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે.. 10 તાલુકામાં એક ઈંચથી પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.. આવતીકાલની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે..
















