Raju Bapu Controversy: 'મારુ પાપ હશે...': રાજુ બાપુએ રડતા રડતા માગી માફી
અમરેલીના શિવ કથાકાર રાજુ ગીરીબાપુ. જેના કોળી અને ઠાકોર સમાજ અંગે કરેલા નિવેદનથી રોષ ભભૂકી ઊઠ્યો છે. ત્યારે કોળી અને ઠાકોર સમાજના લોકોએ મોટી સંખ્યામાં રાજુ ગીરીબાપુના નિવાસસ્થાને પહોંચી આક્રોશ વ્યકત કર્યો. સમાજના આક્રોશના પગલે રાજુ બાપુએ માફી પણ માગી લીધી છે. રાજુ ગીરી બાપુએ દાવો કર્યો કે સમાજનો આક્રોશ દિલથી સ્વીકાર્યો, તો સમાજના લોકોએ મારી પ્રાર્થના સ્વીકારતા સમાજમાં હવે રોષ શાંત થયો છે. સાધુના દીકરાનું માન રાખી એવું કોળી અને ઠાકોર સમાજની જે માગ છે તે સ્વીકારવા પણ તૈયારી દર્શાવી. અંતમાં બહોળી સંખ્યામાં આવેલા સમાજના લોકોએ માફી માગી અને તેની માગ સ્વીકારવાની ખાતરી આપ્યા બાદ એક સાધુના દીકરાને માફ કરી દીધાનો પણ દાવો કર્યો.

















