Surendranagar Farmer : લીંબડીમાં પાણીના પાવાના મશીનમાં આવી જતાં ખેડૂતનું મોત
Surendranagar Farmer : લીંબડીમાં પાણીના પાવાના મશીનમાં આવી જતાં ખેડૂતનું મોત
સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકાના ઝામડીમાં ખેડૂતનું મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. ખેતરમાં પાણી પાવાનું મશીન ચાલુ કરવા જતાં ચાદર આવી જતાં મશીનનાં પટ્ટામાં ખેડૂત આવી જતાં મોત નીપજ્યું છે. રવજીભાઈ મેણીયા નામનાં ખેડૂતનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં દર્દનાક ઘટના બની છે. ખેતરમાં મશીન ચાલુ કરતી વખતે જ ગળે ટૂંપો આવી જતા ખેડૂતનું મોત નીપજ્યું છે. રવજીભાઈ મેણીયા નામના ખેડૂત ખેતરમાં પાણીનું મશીન ચાલુ કરવા માટે આવ્યા હતા. આ જ સમયે મશીનના પટ્ટામાં તેમની ચાદર આવી જતા ગળે ટૂંપો આવી જતા તેમનું મોત નીપજ્યું છે.




















