Swaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમ
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ.દ્વારકાધીશ વિશે બફાટ કરતા ભારે આક્રોશ. યસુરતમાં આહિર સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરણ સ્વામીનો કર્યો વિરોધ પુના વિસ્તારની સંસ્કારધામ સોસાયટીના રહીશોએ આ બાબતે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ સાથે વિરોધ કર્યો..સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલા આ જ નિવેદનને સાંસદ પરિમલ નથવાણીએ દુઃખદ ગણાવી. સાથે જ આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ કે મને લાગે છે કે એ લોકોને દ્વારકાધીશમાં વિશ્વાસ નથી.. આ મુદ્દે ધારાસભ્ય પબુભા માણેકે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે એમના દિવસો પુરા થવા લાગ્યા છે. આ સંસ્થામાં પૈસા વધી ગયા છે તેનું આ અભિમાન છે. પબુભા માણેકે તો ત્યા સુધી કહી દીધુ કે આ લોકોને સનાતન ધર્મ વિશે ખબર જ નથી. દ્વારકાધીશ વિશે અનાપશનાપ બકવાસ કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પર મોગલધામ કબરાઉના મહંત રોષે ભરાયા. બફાટ કરનાર સ્વામીને શંકરાચાર્ય પાસે માફી માગવાની માગ કરી.




















