Gujarat has 34 districts: રાજ્યમાં આજથી 34મો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો
ઉત્તર ગુજરાતના વહીવટી ઈતિહાસમાં આજે ઉમેરાયો નવો અધ્યાય. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજીત થઈને નવો વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો.. સાથે જ ચાર નવા તાલુકાઓ ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા.. થરાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે જિલ્લા કલેક્ટર કચેરીનો વિધિવત રીતે શુભારંભ કરાયો.. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ તમામ લોકોને શુભેચ્છા પાઠવીને વાવ-થરાદ જિલ્લાની કલેક્ટર કચેરીનું ઉદ્ધાટન કર્યુ.. બંન્ને નેતાઓનું ખોરડા, જેતડા, ભોરડું અને ખેંગારપુરાના ગ્રામજનોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરીને નવા જિલ્લા માટે સરકારનો આભાર માન્યો.. આજનો દિવસ સરહદીય વિસ્તારના નાગરિકો માટે ઉત્સાહ અને ઉમંગના દિવસ તરીકે ઉજવાયો.. થરાદથી રાહ સુધી બાઈક રેલીનું આયોજન પણ કરાયું હતુ..

















