Mayabhai Ahir on Gopal Italia: તમારા ઉમેદવાર માટે હારવું પહેલીવાર નથીઃ માયાભાઈના ઈટાલિયા પર પ્રહારો
વિસાવદરની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા પર લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે માડ્યો મોરચો. કલાકારો અને સંતોને નાટકીયા કહેવાવાળા ગોપાલ ઈટાલિયાના નિવેદનનો માયાભાઈ આહિરે તેમની જ ભાષામાં જવાબ આપ્યો. ઈટાલિયા પર શાબ્દિક પ્રહાર કરતા માયાભાઈ આહિરે કહ્યુ કે તમારા ઉમેદવાર માટે હારવુ પહેલીવાર નથી. ધર્મનો વિરોધી ભારતવંશનો સંતાન ન હોય શકે.. ધર્મમાં ન માનો તો વિરોધનો અધિકાર પણ નથી.
ગોપાલ ઇટાલિયાએ કલાકારોને 'સેલિબ્રિટી' અને સંતોને 'નાટકિયા' કહ્યા હોવાના નિવેદનથી લોક કલાકારો અને ધર્મપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ સંદર્ભે માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે, "આખા વિશ્વમાં આ ભૂમિની વાતો કરીને કલાકારો ગૌરવ લે છે. એ ભૂમિમાં સાહિત્યનું ખંડન કરનારો આવશે તેને તમે (પ્રજા) સ્વીકારશો???" આ કથન દ્વારા તેમણે ઇટાલિયાના નિવેદનની આકરી ટીકા કરી અને જનતાને આવા નિવેદનો કરનારને સ્વીકારવા સામે પ્રશ્ન કર્યો.



















