Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે 27 જિલ્લામાં હળવા વરસાદની આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે 27 જિલ્લામાં હળવા વરસાદની આગાહી
Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્યમાં હજુ એક દિવસ માવઠાનું અનુમાન છે. 27 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા, અરવલ્લી, આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, મોરબી, અમરેલી, ભાવનગરમાં આજે વરસાદની આગાહી છે.ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં આજે વરસાદની શક્યતા છે. ગઈકાલે 14 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં ક્યાં દિવસ સુધી વરસાદનું અનુમાન
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ 14 મે એટલે કે આવતી કાલ સુધી વરસાદનું અનુમાન છે. 14 મે બાદ રાજ્યમાં ફરી એકવાર તાપમાન વધતા આકરી ગરમીનો અનુભવ થશે.

















