Banaskantha Horse Race: ગુજરાતમાં અહીં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વ દોડ , 750 વર્ષ જૂની છે પરંપરા
બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામના.. જ્યાં 750 વર્ષ જૂની પરંપરા હજુ અકબંધ છે.. મુડેઠા ગામમાં ભાઈ-બીજના દિવસે 750 વર્ષથી યોજાય છે અશ્વ દોડ.. આજે ભાઈ-બીજના દિવસે અઢીસોથી વધુ અશ્વોએ ભાગ લીધો. જેને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.. આ પ્રસંગે રાજપૂત સમાજના લોકો બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે. અશ્વ દોડ પાછળ વર્ષો જૂનો ઈતિહાસ જોડાયેલો છે. જેના કારણે આજે પણ રાજપૂતોએ પોતાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે. લોક વાયકા મુજબ, બનાસકાંઠાના રાઠોડ પરિવારે રાજસ્થાનના રાજા વિરમસિંહની બહેન ચોથબાનું કન્યાદાન કર્યું હતું. ત્યારથી અશ્વદોડની પરંપરા ચાલી આવે છે.. નવા વર્ષે રાઠોડ પરિવારના ભાઈઓ મુડેઠાથી ચુંદડી લઈને ચોથબાને ચઢાવવા પેપળુ ગામે આવે છે. ત્યારબાદ પરંપરાગત રીતે અશ્વ દોડ યોજાય છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે.. તે બખ્તર પણ 750 વર્ષ જુનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને માનથી નવાજવામાં આવે છે.