Valsad Heavy Rain | મોડી રાત્રે જિલ્લામાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો.. વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદના કારણે નીચાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી.. વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી..જો કે આ સાથે હનુમાન ભાગડા પાસેના વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. હનુમાન ભાગડા પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો હાલ તો જળબંબાકાર થયા છે.




















