શોધખોળ કરો

Vav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના સંસદ ગેનીબેન ઠાકોરે આજે  ભાભરની લોકનિકેતન સંસ્થામાં ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો હતો. જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ,વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા,જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરીને ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા અપીલ કરી હતી..

ગઈકાલે ભાભરમાં ભાજપનું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની ઉપસ્થિતમાં સ્નેહમિલન યોજાયું હતું જ્યાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરાઈ હતી જોકે આજે ભાભરની લોકનિકેતન સંસ્થા ખાતે સંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રદેશ અઘ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા,સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને જીતાડવાની અપીલ કરાઈ હતી..જ્યાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે 13 તારીખે ચૂંટણી છે ગુલાબસિંહ જ્યારે ચૂંટણી લડત હોય ત્યારે એમને જીતડવાની આપણી જવાબદારી છે. હું ઉપરાઉપરી 5 ચૂંટણી લડી..તમામ સમાજના લોકો ટિકિટના હકદાર હતા પણ એકપણ સમાજે ટીકીટ નથી માંગી અને સતત મને ટીકીટ આપવી જીતાડી છે.લોકસભાની ચૂંટણીમાં સામેના પક્ષના લોકોએ શામ દામ દંડ ભેદ કર્યો પૈસાની રેલમછેલ કરી પણ લોકોએ એમને બતાવી દીધું કે લોકોમાં શામ દામ દંડ ભેદ નથી ચાલતા,હું વિધાનસભામાં રાજીનામું આપવા ગઈ ત્યારે મેં કહ્યું હતું કે આ રાજીનામું મારા સ્વાર્થ માટે નથી પણ સુઇગામ. ભાભર,અને વાવની જનતા ગર્વથી કહે અમે ગેનીબેનને બે-બે વખત ધારસભ્ય બનાવ્યા અને લોકસભામાં મોકલ્યા તેનું છે,હું તમને ખાતરી આપું છું કે હું જિંદગીમાં એવું કામ ક્યારેય નહીં કરું કે તમારી પાઘડીને લાંછન લાગે,હું 2017માં વિધાનસભાની ચૂંટણી લડતી હતી આરપારની લડાઈ હતી મારી સામે કોણ હતા એ આપણને ખબર છે,એ સમયે ગુલાબસિંહની ટીકીટ કપાણી હતી એ સમયે હેમાબાએ મારા માટે ગામડે ગામડે જઈને તેમની પાઘડી ઉતારી હતી,આજે કોંગ્રેસે હેમાબાના પૌત્ર ગુલાબસિંહ ઉપર પસંદગી કરી તો હું તમને હાથ જોડીને કહું છું કે ગુલાબસિંહને આપણે જીતાડવા પડે,કેટલાક લોકો પૈસા અને સતા માટે જાહેરજીવનમાં આવતા હોય છે પણ લોકો માટે સમર્પિત થવા વાળા લોકો અહીં આ સ્ટેજ ઉપર બેઠા છે,ગઈ રાત્રે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રધાન મંડળે વાવનો ઘેરો ઘાલ્યો છે તો હું એમને કહું છું કે તમે જો 30 વર્ષમાં કામ કર્યું હોત તો તમારે અત્યારે ગામડે ગામડે ન જવું પડ્યું હોત,જે ફોન નથી ઉપાડતા એ ગામડે ગામડે ફરે છે,તેમના ગૃહમંત્રી કહે કે ગેનીબેન મીડિયા અને માઈકના નેતા છે તો હું એમને કહું કે ગેનીબેન લોકોના વચ્ચે જઈને કામ કરનારા નેતા છે,એમને ભૌગોલિક સ્થિતીની ખબર નથી એટલે ગુલાબસિંહને આયાતી ઉમેદવાર કહે છે એ બનાસકાંઠાના વતની છે તેવું કહે છે તો હેમાબાના પૌત્ર ગુલાબસિંહનું ગામ ક્યાં છે એ ખબર નથી,ઠાકોર સમાજના લોકો ભાજપના આપણા સમાજના લોકોને લઈને ફરે છે એમને કહેજો કે 20 વર્ષથી ગેનીબેન હતા તો હવે જ તમને સમાજ યાદ આવ્યો,જે ચૂંટણી લડે છે એ સ્વરૂપજીએ તેમના ઘરે 5 હજાર ઠાકોર સમાજના લોકોને બોલાવીને કહ્યું કે ગેનીબેનને નહિ પણ રેખાબેનને વોટ આપજો..તો તમે એમને ઓળખજો,હું વિનતી કરું છું કે આ ગેનીબેનની આબરૂ તમારા હાથમાં છે..જો મેં 28 વર્ષથી કોઈનું ખોટું ન કર્યું હોય..તમારા  કામો કર્યા હોય..તો મારે તમારી પાસે કશુંજ માંગ્યું નથી..તો જો મેં રાજીનામું ન આપ્યું હોય અને આ ત્રણ વર્ષ મારી પાસે હોત એમ સમજીને ગુલાબસિંહને ત્રણ વર્ષ આપજો,તમે 13 તારીખ સુધી ગુલાબસિંહના લાસિયા બનીને રહેજો અને એમને જીતાડજો એ તમારા લાસિયા બનીને કામ કરશે,આ એક સીટથી કોઈ સરકાર બનવાની નથી કોઇ ફરક નથી પાડવાનો પણ આ એક સીટથી 2027માં ગુજરાતમાં કોંગ્રેસનું રાજ્ય બને તેની શરૂઆત છે..તો મારી લાજ રાખજો,વાયનાડથી લોકસભાની ચૂંટણી જીતીને પ્રિયંકા જી લોકસભામાં એન્ટ્રી કરવાના છે તો વાવથી વાયનાડ સુધી લાજ રે તેવું કરજો.

વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે પોતાને મત આપવાની અપીલ કરતા કહ્યું હતું કે અપક્ષ તરીકે ચૂંટણી લડનાર લક્ષ્મીબેને અહીં આવીને મને સમર્થન આપ્યું છે. .આ ચૂંટણી ગુલાબસિંહ નહિ પણ ગેનીબેનના વિશ્વાસની ચૂંટણી છે,આટલી મોટી સંખ્યામાં ઠાકોર સમાજ મને ટેકો આપે છે તો રાજપૂત સમાજ પણ તમારો ઋણી રહશે,ગેનીબેન ચૂંટણી લડતા હતા એટલે અમારા સમાજે તેમને તન મન ધનથી મદદ કરી હતી અને ગામડે ગામડે મત પેટીઓ માંથી કોંગ્રેસનો પંજો નીકળ્યો છે,ગેનીબેનને તાલુકા પંચાયત થી લઈને સંસદ બનાવ્યા...ગુજરાત માથી 26 સાંસદો માંથી આખું ગુજરાત ગેનીબેનને ઓળખે છે બીજા કોઈ સાંસદને કોઈ જ નથી ઓળખતા,ભાજપ નેતાઓ પોતાની ગાડીઓ તોડશે અને હુમલો કર્યો તેવું કરશે અને નામ બીજાના આપશે..એટલે અકે તો વાણિયા થઈને ચૂંટણી લડી રહ્યા છીએ...કોઈ તમને પ્રચાર કરતું હોય તો અમે તમને મદદ કરીશું..ગુજરાતના ભવિષ્ય નું કામ તમામ સમાજે કરવાનું છે..આ વિસ્તારમાં પાણી અને કેનાલોના કામ હોય એ ગેનીબેને કર્યું છે,ઠાકોર સમાજ આ વખતે ચૂંટણીમાં ઉદાહરણ પૂરું પાડજો,મારા દાદા હેમાભાઈએ તમારા વિસ્તારમાં કામો કર્યા છે એમને કોઈ સર્ટિફિકેટનું જરૂર નથી..મારા માટે જો સર્ટીફીકેટ જોઈતું હોય તો આ સ્ટેજ ઉપર બેઠા તેમને પૂછો,ક્યાંક ગેનીબેનની સ્વભાવ કડક છે પણ મારો સ્વભાવ શાંત છે તમે મારુ બાવડું પકડીને કામ કરાવી શકશો,2027 અને 2029માં ચૂંટણી આવશે તો હું તમારી સાથે ઉભી રહીશ,કમળ ઉપર ગુલાબ ભારી પડવું જોઈએ...

ભાભરમાં કોંગ્રેસના સ્નેહમિલનમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ગુલાબસિંહ રાજપૂતને જીતાડવાની અપીલ કરતા કહ્યું હતું કે આ ચૂંટણી સમાજ વચ્ચે ની નથી. આ ચૂંટણી અસત્ય માટે ધર્મની છે..પૈસાદાર ઉધોગપતિઓની સરકાર સામે ગરીબની લડાઈ છે..કોંગ્રેસમાં કોઇપણ ધારસભ્ય બન્યો હોય સંસદ બન્યો હોય પણ એને ગરીબીની ચિંતા કરી છેઆ રાજ્યમાં 4 વખત મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને બનાવ્યા હોય તો કોંગ્રેસની સરકારે બનાવ્યા છે,ખેડે એની જમીનનો કાયદો લાઈને ગણોતિયાને જમીનના માલિક બનાવ્યા હોય તો એ કોંગ્રેસની સરકારે કર્યા,આ પૈસાદારની સરકાર છે ભલે આપણા વાળો ચૂંટાઈ ને ગયો હોય એને 25 લાખ કરોડ ઉધોગપતિઓના માફ કર્યા છે,એમનામાં ચૂંટાઈને જાય તે આંગણી ઊંચી કરે આપડો ચૂંટાઈને જાય તો હાથ પણ ઊંચો કરે અને જરૂર પડે તો તલવાર પણ ઊંચો કરે,ગુલાબસિંહ મજબૂત ઉમેદવાર છે.એને સંગઠનનો પણ અનુભવ છે કેમ લડીને કામ કરાવી શકાય એ એમને અનુભવ છે . ગેનીબેનને તો તમે સંસદમાં આપણા પ્રશ્નોને લઈને લડવા મોકલ્યા એ જ રીતે વાવ વિધાનસભાના પ્રશ્નોને લઈને લડવા માટે ગુલાબસિંહને મોકલો.

ભાભરમાં કોંગ્રેસના સ્નેહમિલનમાં કોંગ્રેસના પ્રદેશ અઘ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે દિવાળીના ફટાકડા ફોડ્યા..23 તારીખે ગેનીબેનની આબરૂ કોંગ્રેસના ઉમેદવારના જીતના ફટાકડા ફૂટે તેવી મહેનત કરજો,તમે અહીં આવ્યા એ પ્રેમ છે...બાકી તો સરકારી વાહન અને આપણા માલધારીઓના દુધના પૈસાના નાસ્તા કરે,એક બાજુ બનાસની બેન્ક હોય અને બીજી બાજુ બનાસની બેન,ક્ષત્રિય ઠાકોર સમાજ અહીં એકત્રિત થયો છે તેમનો આભાર માનું છું,ક્ષત્રિય કોમવાદી નથી..એકબાજુ ભાગલા પાડો અને રાજ કરો અને અહીં સર્વ સમાજનો ઉમેદવાર,ગેનીબેન ચૂંટણી લડતા હતા ત્યારે તમામ સમાજનો સહયોગ હતો..ત્યારે  ઠાકોર સમાજની બહેન સંસદમાં પહોંચી.. ગાયની બહેન બની.શંકરાચાર્ય મહારાજે ગાયની બહેન કહ્યું,ગેનીબેનનું કદ વધ્યું એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું ..કે આ ગરીબ બેન સંસદમાં બોલતી થઈ..વાયનાડથી પ્રિયંકા બેન જીતીને સંસદમાં હાય અને વાવ થી ગુલાબસિંહ જીતીને ન જાય તો ચાલે..ગેનીબેનનું માથું નીચું થાય એ ચાલે નહિ,દિવાળી પછી ચૂંટણી જાહેર થવાની હતી એટલે ચંદનજી અને બળદેવજી જાપાન ગયા અને મોટા મોટા ચડા પહેરીને ફરતા હતા પણ ચૂટ્વી આવી કે એ અહીં પ્રચાર માટે પાછા આવી ગયા,જેમ અહીં અનવર આવીને કામ કરે છે...અનવર કેવા હોય કે નથી જોયા અમિતભાઈએ જોયા છે...ગુલાબસિંહ નસીબદાર છે,ઠાકરસિંહભાઈને રાજકીય રીતે ખોટી રીતે હેરાન કરવાની કોશિશ કરીઆ ચૂંટણી ભાજપના અહંકાર ને તોડવા માટેની છે,ખેડૂતની ચિંતા નહિ..પેપર ફૂટે એની ચિંતા નહિ,ઝારખંડ માં જઈને કહે છે કે 500 રૂપિયા ગેસનો બાટલો આપશુ તો અહીં ગુજરાતમાં આપોને,ગાય માતા માટેની વાત અમારી બેન ગેનીબેન કરી શકે..પણ આ ગાયના નામે વોટ લઈને પછી બે પગના ખુટિયાને ફાયદો આપી દે,રાજસ્થાનમાં અશોક ગાહેલોતની સરકાર હતી તો દૂધમાં સબસીડી આપતા હતા અહીં બનાસડેરીના પશુપાલકોને આપો ને,20 કિલો કપાસના ભાવ ભાજપની આવક બમળી મુજબ 6 હજાર થવા જોઈએ પણ હાલ 1500 રૂપિયા મળે છે,ટ્રેક્ટર લેવા જો તો આ મોદીનો GST રાહુલજી એને ગબ્બરસિંહ ટેક્ષ કહે છે,23 તારીખે ગુલાબસિંહનો એવો વિજય થાય કે ભાજપનો અહંકાર તૂટે.

ગુજરાત વિડિઓઝ

Vav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
Vav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Vav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શનRajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકીSurendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ
Weather Alert: દેશના આ રાજ્યોમાં 15 નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Embed widget