Trump on India’s Russian oil purchase: રશિયા પાસેથી ઓઈલ ન ખરીદવાનો દાવો ખોટોઃ ટ્રમ્પના દાવા પર ભારતના વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આ અંગે ખાતરી આપી હતી. ટ્રમ્પના નિવેદન પછી ભારતના વિદેશ મંત્રાલયે તરત જ પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે (16 ઓક્ટોબર) જણાવ્યું હતું કે ભારત તેના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને તેલ અને ગેસની આયાત કરે છે. જોકે, તેમણે ટ્રમ્પના દાવાઓનો સીધા રદિયો આપ્યો ન હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, "ભારત તેલ અને ગેસનો નોંધપાત્ર આયાતકાર છે. અસ્થિર ઊર્જા પરિદૃશ્યમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અમારી પ્રાથમિકતા રહી છે. અમારી આયાત નીતિઓ સંપૂર્ણપણે આના પર આધારિત છે. સ્થિર ઊર્જા ભાવ અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવો એ અમારી ઊર્જા નીતિના બે મુખ્ય ધ્યેયો છે." આ અંતર્ગત, અમે અમારા ઊર્જા સ્ત્રોતોનો વિસ્તાર કરી રહ્યા છીએ અને બજારની માંગના પ્રતિભાવમાં ઘણા ફેરફારો કરી રહ્યા છીએ.
















