Heavy RainNortheastern states: પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરનો પ્રકોપ, 26ના મોત | Abp Asmita
Heavy RainNortheastern states: પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરનો પ્રકોપ, 26ના મોત | Abp Asmita
અન્ય રાજ્યોની વાત કરીએ તો કેરળ તમિલાનાડુ મિઝોરમ મહારાષ્ટ્રમાં ચોમાસા બેસી ગયું છે.. અહીંપૂર્વોતરના રાજ્યોમાં પૂરનો પ્રકોપ વધ્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલન સાથે જોડાયેલી ઘટનામાં 26 લોકોનાં મોત થયા છે. અનેક રાજ્યોમાં 3 જૂન સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ છે.
પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. કોંકણ, ગોવા, કેરળ, દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની ચેતવણી છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે પવન સાથે વરસાના કારણે વૃક્ષ ધરાશાયી થતાં બે પ્રવાસી મહિલા ઈજાગ્રસ્ત થઇ છે. તો બીજી તરફ દેહરાદૂનના કટાપથર ખાતે નદીમાં ડૂબતા 5 યુવાનોનો બચાવ થયોછે ... પાણીનું સ્તર અચાનક વધવાથી બાઇક સવારો નદીમાં ફસાઈ ગયા હતા જો કે SDRFની ટીમે પોતાનો જીવ જોખમમાં મૂકીને યુવાનોના જીવ બચાવ્યા હતા.
ઉત્તર પૂર્વમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 27 લોકોના મોત થયા છે.અરુણાચલમાં નવ, મેઘાલયમાં છ લોકોના મોત થયા છે. આસામ અને મિઝોરમમાં પાંચ-પાંચ લોકોના મોત થયા છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બે લોકોના મોત નિપજ્યાં છે.





















