વધતી ઉંમરે પણ ઇમ્યુન સિસ્ટમને આ રીતે પ્રમાણમાં રાખી શકાય છે સક્રિય, જાણો
કોવિડ-19 વાયરસે લોકોને તેના સ્વાસથ્ય પ્રત્યે વધુ જાગૃત બનાવી દીધા છે. ખાસ કરીને ઇમ્યૂન સિસ્ટમને લઇને લોકો વધુ જાગ્રત થઇ રહ્યાં છે. જો કે જેમ જેમ ઉંમર વધતી જાય છે. તેમ તેમ ઇમ્યૂન સિસ્ટમ પણ ઇનએક્ટિવ થવા લાગે છે. તેના કારણે 60 વર્ષની ઉંમર બાદ રોગોનો ખતરો વધુ રહે છે. જો કે સારી વાત એ છે કે, યોગ્ય જીવનશૈલી અને આહાર શૈલીથી તેને ઢળતી ઉંમરે પણ બચાવી શકાય છે. ચાલો જાણીએ કે ઉંમર સાથે વધતા તેના પ્રભાવને કઇ રીતે ધીમો કરી શકાય.. જેના માટે શારિરીક રીતે વધુ સક્રિય રહેવાની જરૂર છે. જે લોકો આખી જિંદગી શારીરિક રીતે સક્રિયા રહે છે. તેમનું સ્વાસ્થ્ય ઢળતી ઉંમરે પણ સારૂ જોવા મળે છે. આ લોકોમાં ટી સેલ્સની માત્રા વધી હોય છે. તેથી તેમની ઇમ્યૂન સિસ્ટમ કામ કરે છે અને તે વૃદ્ધાવસ્થાએ પણ રોગોથી બચી શકે છે. ઉપરાંત પૌષ્ટિક આહાર પણ વધતી ઉંમરના પ્રભાવને ઓછો કરી શકે છે. યોગ, વોકિંગ, સહિતની ફીઝિકલ એક્ટિવિટીથી વધતી ઉંમરના પ્રભાવથી બચી શકાય છે અને ઇમ્યૂન સિસ્ટમને પણ એક્ટિવ રાખી શકાય છે.