India Heatwave: દેશના અનેક વિસ્તારોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન, 13 જૂન સુધી રહેશે ગરમી
India Heatwave: દેશના અનેક વિસ્તારોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન, 13 જૂન સુધી રહેશે ગરમી
દેશભરમાં ગરમીનો પારો 48 ડિગ્રીને પાર પહોંચ્યો છે તો રાજધાની દિલ્હીમાં 51.9 ડિગ્રી ગરમીનો અહેસાસ થયો છે. ભારતીય હવામાન વિભાગ મુજબ 13 જૂન સુધીમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત રહેશે અને ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદ વરસશે જેને કારણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં લોકોને ગરમીથી રાહત મળશે. તો દક્ષિણ પશ્વિમ ચોમાસુ 26થી લઈ અને 27 મે મહારાષ્ટ્રના દરિયાકાંઠે સ્થિર થવાનું છે. અને આ દક્ષિણ પશ્વિમ ચોમાસું આગામી બે થી ત્રણ દિવસમાં પુર્નજીવિત થઈ અને આગળ વધશે. આ વખતે ચોમાસાનું વહેલું આગમન થઈ જતાં ભારતમાં મે મહિનો સામાન્ય કરતાં ઠંડો રહ્યો છે.. જો કે જૂનમાં વરસાદ ન પડતા 8, 9 જૂનથી ઉત્તર પશ્વિમ અને મધ્ય ભારતમાં હિટવેવ જોવા મળી રહી છે..





















