Kedarnath News: હવે કેદારનાથમાં 36 મીનિટમાં યાત્રા થશે પૂરી, રોપ વે પ્રોજેક્ટને મળી કેન્દ્રની મંજૂરી
Kedarnath News: હવે કેદારનાથમાં 36 મીનિટમાં યાત્રા થશે પૂરી, રોપ વે પ્રોજેક્ટને મળી કેન્દ્રની મંજૂરી
કેન્દ્ર સરકારે આજે કેદારાનાથ અને હેમકુંડ સાહિબ રોપવેને મંજૂરી આપી છે. કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં આજે નેશનલ રોપવે કાર્યક્રમ અન્વયે ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધી (12.9 કિલોમીટર) અને ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધી 12.4 કિલોમીટર રોપવે યોજનાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી પ્રદેશમાં નવી રોજગારી અને શ્રદ્ધાળુની મુસાફરી વધુ સુલભ બનશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતની કેબિનેટ કમિટી (સીસીઈએ)એ સોનપ્રયાગથી કેદારનાથના રોપ-વે પ્રકલ્પને મંજૂરી આપી છે. આ ઉપરાંત, યોજનામાં પ્રોજેક્ટની ડિઝાઈન, નિર્માણ, વ્યવસ્થાપન સહિત સ્થળાંતરણ (ડીબીએફઓટી)ના આધારે 4,0181 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે.





















