India Attacks Pakistan Updates: પાકિસ્તાને યુદ્ધવિરામનો કર્યો ભંગ, જમ્મૂ કશ્મીરના ફરી કર્યું ફાયરિંગ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગણતરીના કલાકો પહેલા જ જાહેર થયેલા યુદ્ધવિરામનો ભંગ થવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાન સેના દ્વારા નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર શરૂ કરવામાં આવ્યો છે, જેના જવાબમાં ભારતીય સીમા સુરક્ષા બળ (BSF) પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે બપોરે જ ડીજીએમઓ સ્તરે થયેલી વાતચીત બાદ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, જેને પાકિસ્તાન દ્વારા થોડા જ કલાકોમાં તોડી નાખવામાં આવી છે. ઇસ્લામાબાદ દ્વારા યુદ્ધવિરામ વાટાઘાટો શરૂ કર્યા પછી, ભારતે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો હોવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ તરત જ પાકિસ્તાન સરકારે પણ તેની પુષ્ટિ કરી હતી. જોકે, આ કરાર પછી તરત જ પાકિસ્તાન દ્વારા આક્રમકતા શરૂ કરવામાં આવી છે.





















