PM Modi:દુનિયાના સૌથી ઊંચા બ્રિજ પર PM મોદીએ લહેરાવ્યો તિરંગો, ચિનાબ પુલનું કર્યુ ઉદ્ધાટન
PM Modi:દુનિયાના સૌથી ઊંચા બ્રિજ પર PM મોદીએ લહેરાવ્યો તિરંગો, ચિનાબ પુલનું કર્યુ ઉદ્ધાટન
PM મોદીએ શુક્રવારે સવારે 11 વાગ્યે જમ્મુમાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું તિરંગો લહેરાવીને ઉદ્ઘાટન કર્યું. PM અહીં લગભગ એક કલાક રોકાયા. આ દરમિયાન તેઓ રેલવે અધિકારીઓ અને બ્રિજ બાંધકામ કામદારોને મળ્યા.
PM રેલ એન્જિનમાં બેસીને ચિનાબ બ્રિજથી કેબલ-સ્ટે અંજી રેલ બ્રિજ પર પહોંચ્યા અને તેનું ઉદ્ઘાટન પણ કર્યું. આ પછી તેઓ કટરા રેલવે સ્ટેશન પહોંચ્યા અને કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતી કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી.
હવે PM મોદી 46 હજાર કરોડ રૂપિયાથી વધુના અન્ય વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ કટરા સ્ટેડિયમ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે.















