(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વેક્સિનમાં પેઇન કિલર લો છો તો થઇ જાવ સાવધાન, થઇ શકે છે આ નુકસાન, WHOએ આપી ચેતવણી
વેક્સિનથી થતાં સાઇડ ઇફેક્ટ સામાન્ય છે. જો કે એવા લોકો પણ છે, કે જેઓ તેના સાઇડઇફેક્ટથી બચવા માટે પેઇન કિલર લઇને વેક્સિન લેવા જઇ રહ્યાં છે. જો કે હેલ્થ એક્સપર્ટ વેક્સિન લીધા પહેલા કોઇ પણ પ્રકારની પેઇન કિલર લેવાની મનાઇ કરે છે. હેલ્થ એક્સપર્ટ કહી રહ્યાં છે કે, પેઇન કિલર માત્ર વેક્સિન લીધા બાદ જ લેવી જોઇએ. પેઇન કિલર દુખાવો અને સોજો ઓછું કરવાનું કામ કરે છે.તેમાંથી મોટા ભાગની દવા નોન સ્ટીરોઇડ અને એન્ટી ઇન્ફેમેન્ટરી ડ્રગ્સ હોય છે. જેમાં દુખાવો ઓછો કરતા કેમિકલ્સ મોજૂદ હોય છે. તેમાંથી સૌથી સામાન્ય મેડિસિન પેરાસિટામોલ છે. અનેક સ્ટડીમાં એ વાત સામે આવી ચૂક્યુ છે કે, પેઇન કિલરના લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી હાર્ટ સંબંધિત બીમારીનો ખતરો વધી જાય છે. વેકિસન લીધા પહેલા પેઇન કિલર લેવાથી વેક્સિન પ્રત્યેની ઇમ્યૂન સિસ્ટમ ઓછી થઇ જાય છે. જો આપ વેક્સિન લેવા જઇ રહ્યાં હો તો માત્ર સાઇડ ઇફેક્ટથી બચવા માટે પેઇન કિલર ન લો. હજું આ મુદ્દે તારણ સામે નથી આવ્યું કે, વેક્સિન સાથે આ દવાઓ શરીરમાં કઇ રીતે કામ કરે છે. એક્સપર્ટના મત મુજબ વેક્સિન સાથે આ પેઇન કિલર લેવાથી તે ઇમ્યુન સિસ્ટમ વેકસિત થવાના કામમાં અવરોધ આવી શકે છે.